Video: દિલ્હીના બારા હિન્દુ રાવમાં મકાનના ત્રીજા માળે ભીષણ આગ

દિલ્હીના ગીચ વસ્તી ધરાવતા બારા હિન્દુ રાવ વિસ્તારમાં આવેલી એક ઇમારતના ત્રીજા માળે અચાનક ભયાનક આગ લાગવાની ઘટના બની છે. મકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈને આસપાસના લોકોમાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક આ અંગે ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર ફાઇટરની ગાડીઓ તુરંત જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પ્રાથમિક વિગતો મુજબ આગ લાગવાનું કારણ શોર્ટ સરકિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
જાહેરાત






