Video: કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ મધ્યપ્રદેશમાંથી રાજ્યસભા પેટાચૂંટણી માટે ભર્યું ઉમેદવારીપત્ર, મુખ્યમંત્રી મોહન યાદવ રહ્યા ઉપસ્થિત

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ મધ્યપ્રદેશમાંથી રાજ્યસભાની પેટાચૂંટણી માટે પોતાનું ઉમેદવારીપત્ર દાખલ કર્યું છે. આ અવસરે મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ અને ભાજપ પ્રદેશ પ્રમુખ હેમંત ખંડેલવાલ પણ વિધાનસભા ભવનમાં ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારી નોંધાવતા પૂર્વે પુરીએ ગુરુદ્વારામાં શીશ ઝુકાવી પ્રાર્થના કરી હતી અને કરુણા ધામ આશ્રમ ખાતે ગુરુદેવ સુદેશ શાંડિલ્ય મહારાજના આશીર્વાદ લીધા હતા. ડૉ. એલ. મુરુગનના રાજીનામાથી ખાલી પડેલી આ બેઠક માટે આગામી ૧૨ નવેમ્બર ૨૦૨૬ના રોજ મતદાન અને મતગણતરી હાથ ધરવામાં આવશે. ભાજપ હાઈકમાન્ડે ૨૮ ઓક્ટોબરે તેમના નામની જાહેરાત કરી હતી.






