મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભાજપ જીતી રહ્યું છે એટલે અમે મેદાન છોડી દેવાના નથી, ખડગેના આકરા પ્રહાર

સંસદ ભંગ કરો, બેલેટ પેપરનો ઉપયોગ કરીને ચૂંટણી યોજો' 'જાહેર મહાભિયોગ' પહેલાં ખડગેનું મહત્વનું નિવેદન
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

૧લી નવેમ્બરે વિરોધ પક્ષો મુખ્ય ચૂંટણી કમિશનરનું રાજીનામુ માગવા માટે દિલ્હીમાં રેલી કરી રહ્યા છે. રેલીની તૈયારી માટે મોટા ભાગના વિરોધપક્ષના નેતાઓ ગત દિલ્હીમાં મળ્યા હતા. મીટીંગ પછી કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ ભાજપને ચેતવણી આપી હતી. કર્ણાટકમાં એમએલસી ચૂંટણીના પરિણામ બાબતે ખડગેને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું હતું કે, અમે હજી પણ બેલેટ પેપરથી મતદાનની માંગણી કરીએ છીએ. ભાજપ જીતી રહ્યું છે એટલે અમે મેદાન છોડી દેવાના નથી. એક સમયે ભાજપની સંસદમાં બે જ બેઠકો હતી…. કોઈક વાર આવું થાય છે. ભાજપને એનું અભિમાન હોવું જોઈએ નહીં. જો ભાજપમાં હિંમત હોય તો સંસદભંગ કરીને બેલેટ પેપરથી ફરીથી ચૂંટણી કરાવે.


'હવે નાગપુર ભાજપનો નહીં, કોંગ્રેસનો ગઢ છે'


નાગપુર ડિવીઝન ગેજ્યુએટ્સ ચૂંટણી વિસ્તારની ચૂંટણી જીતનાર કોંગ્રેસના નેતા અભિજીત વણજારીએ કહ્યું છે કે, છેલ્લા છ વર્ષમાં યુવાનો, વિદ્યાર્થીઓ અને વિદ્વાનો સાથે સતત જોડાઈ રહેવાને કારણે તેઓ ફરીથી ચૂંટાઈ આવ્યા છે. એમના કહેવા પ્રમાણે હવે નાગપુર ભાજપનો ગઢ રહ્યો નથી અને કોંગ્રેસનો ગઢ બની ગયો છે. નાગપુરમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની વડી કચેરી આવી છે. આરએસએસની સ્થાપના પણ નાગપુરમાં થઈ હતી. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી નાગપુરથી ચૂંટણી જીતે છે, પરંતુ હવે વાતાવરણ બદલાયું હોય એવું લાગી રહ્યું છે. વણજારીનું કહેવું છે કે ગેજ્યુએટ્સ સાથે જોડાયાલા પ્રશ્નો હલ કરવાને કારણે લોકોએ એમને સાથ આપ્યો છે. ગેજ્યુએટ્સનો એક અલગ મતવિસ્તાર હોય છે. ચૂંટણી પરિણામો એટલા માટે અગત્યના છે કે નાગપુરમાં કોંગ્રેસની જીત ખુબ મુશ્કેલ ગણાતી હતી. મહારાષ્ટ્ર વિધાનપરિષદની ચૂંટણીમાં ૫માંથી ૩ બેઠકો પર ભાજપની હાર થઈ છે.

આ સમાચાર શેર કરો