Video: દિવાળી પહેલા સોનામાં ચમક પરત ફરી

સોર્સ: gstv

દિવાળી પહેલા સોના-ચાંદીના ભાવમાં ભારે વધારો થયો છે. ધનતેરસ પહેલાં આજે ગોલ્ડ-સિલ્વર ફરી મોંઘુ થયુ છે.. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના આંકડા મુજબ આજે 10 ગ્રામ 24 કેરેટ સોનું 3 હજાર 486 રૂપિયા વધ્યુ છે. સાથે ગોલ્ડ ફરી 1 લાખ 41 લાખ રૂપિયા પર પહોંચી ગયું છે. એક કિલો ચાંદી 7 હજાર 775 રૂપિયા મોંઘી થઈ છે. અને એક કિલો ચાંદીનો ભાવ 1 લાખ 84 હજાર રૂપિયા પર પહોંચી ગઈ છે. આ વર્ષે સોના-ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 2026માં અત્યાર સુધીમાં સોનું આશરે 8 હજાર રૂપિયા મોંઘું થયું છે. 31 ડિસેમ્બર 2025ના રોજ 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખ 33 હજાર રૂપિયા હતો, જે હવે વધીને 1 લાખ 41 લાખ રૂપિયા થઈ ગયો છે. જો કે આ વર્ષે ચાંદી લગભગ 46 હજાર રૂપિયા સસ્તી થઈ છે. કોમોડિટી નિષ્ણાતોનું માનવુ છે કે દિવાળી સુધી સોનું હજુ મોંઘુ થઈ શકે છે

આ સમાચાર શેર કરો

જાહેરાત