Video: સોનિયા ગાંધીએ લાલુ યાદવ સાથે કરી મુલાકાત, સ્વાસ્થ્યના હાલચાલ જાણ્યા

સોર્સ: gstv

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે સવારે RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના નિવાસસ્થાને પહોંચી તેમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે લાલુ યાદવના સ્વાસ્થ્ય અંગે પૂછપરછ કરી હતી અને બંને નેતાઓ વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. લાલુ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ મુલાકાતની તસવીરો શેર કરતા જણાવ્યું કે, આ મુલાકાતથી જૂની યાદો તાજી થઈ ગઈ. UPA સરકારના સમયમાં મનરેગા, RTE અને RTI જેવા કાયદાઓથી દેશવાસીઓને સશક્ત કર્યા હતા. મુલાકાત વખતે તેજસ્વી યાદવ અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત