Video: પુષ્કર મેળામાં ઘોડાઓના અનોખા નૃત્યએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. ઢોલના તાલે ઘોડાઓની અદાઓ જોવા લોકોની ભીડ ઉમટી રહી છે.

સોર્સ: gstv

રાજસ્થાનના પુષ્કરમાં ચાલી રહેલા વિશ્વપ્રસિદ્ધ પુષ્કર મેળામાં અવનવા નજારા જોવા મળી રહ્યા છે. મેળામાં ઢોલના તાલે ઘોડાઓના નૃત્યએ લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું છે. ઢોલના તાલ અને સંગીતની ધૂન સાથે ઘોડાઓ અનોખી અદાઓમાં પોતાની કળાનું પ્રદર્શન કરી રહ્યા છે. ઘોડાઓના આ નજારાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. મેળામાં આવેલા પ્રવાસીઓ અને સ્થાનિક લોકો આ દૃશ્યોને પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા છે. પુષ્કર મેળો પશુધન, લોકસંસ્કૃતિ અને પરંપરાગત આયોજનો માટે જાણીતો છે, ત્યારે ઘોડાઓનું આ પ્રદર્શન મેળાનું ખાસ આકર્ષણ બન્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત