Video: અજમેરના આંતરરાષ્ટ્રીય પુષ્કર મેળાના બીજા દિવસે વિદેશી પર્યટકોએ સ્થાનિકો સાથે પરંપરાગત રમતોની મજા માણી.

વિશ્વ પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય પુષ્કર મેળામાં દેશ-વિદેશના પર્યટકો ઉમટી પડ્યા છે. મેળાના બીજા દિવસે પ્રવાસન વિભાગ દ્વારા ખાસ પરંપરાગત ગ્રામીણ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદેશી પર્યટકોએ સ્થાનિક ગ્રામજનો સાથે મળીને ગિલ્લી-દંડા, સતોલિયા અને લંગડી ટાંગ જેવી દેશી રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદેશી મહેમાનોને ભારતીય સંસ્કૃતિ અને ગ્રામીણ જીવનશૈલીનો નજીકથી પરિચય કરાવવા માટે આ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેણે મેળામાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું.
જાહેરાત








