Video: સુરેન્દ્રનગરના મુળી તાલુકામાં આસુન્દ્રાળી ગામે 15 કુવાઓમાંથી ગેરકાયદે ખોદકામ ઝડપાયું

સોર્સ: gstv

સુરેન્દ્રનગરના મુળી તાલુકાના આસુન્દ્રાળી ગામે કાર્બોસેલ ખનીજની ગેરકાયદે ચોરી સામે ખાણ-ખનીજ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. વિભાગની ટીમે ગામમાં આકસ્મિક તપાસ કરતા ગેરકાયદે ખનીજ ખોદકામ માટે બનાવવામાં આવેલા કુલ 15 ઊંડા કુવાઓ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન કુવાઓમાંથી ગેરકાયદે ખનીજ ચોરીની માપણી કરવામાં આવી હતી. સ્થળ પરથી લોખંડના પાઈપ, સુંઢ અને કેસીંગ સહિત અંદાજે 230 મેટ્રિક ટન કાર્બોસેલ ખનીજનો જથ્થો મળી આવ્યો હતો. ખાણ-ખનીજ વિભાગે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. અંદાજે 14 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત