Video: કચ્છના નખત્રાણામાં NTPC સોલાર પ્રોજેક્ટ સામે 11 ગામનો વિરોધ, સામૂહિક હિજરતની ચીમકી

સોર્સ: gstv

નખત્રાણાના 11 ગામના ગ્રામજનોનો આક્ષેપ છે કે NTPC સોલાર પ્રોજેક્ટની કામગીરી પેટા કોન્ટ્રાક્ટર કંપની દ્વારા ચાલી રહી છે, જેનાથી ફુલાય અને મોતીચૂર આસપાસની કુદરતી સંપદાને નુકસાન પહોંચી રહ્યું છે. રામસર સાઈટ નજીક જમીન ફાળવાતા પક્ષીઓના નિવાસસ્થાન અને ઇકોસિસ્ટમ પર જોખમ ઊભું થયું છે. દુષ્કાળ જેવી સ્થિતિ વચ્ચે ગૌચર, ડુંગર અને તળાવને નુકસાન થતા અંદાજે 12 હજાર પશુધન સામે સંકટ સર્જાયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નિયમો વિરુદ્ધ જમીન ફાળવાઈ છે અને રજૂઆત કરનારા માલધારીઓને પોલીસનો ડર બતાવી દબાવવાનો પ્રયાસ થાય છે. વહીવટી તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતા ગ્રામજનોએ સામૂહિક હિજરતની ચેતવણી આપી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત