Video: કચ્છના દીનદયાળ પોર્ટ કંડલાની ઉત્કૃષ્ટ સિદ્ધિ: નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં ૧૩૦.૦૩ MMT કાર્ગોનું સંચાલન કર્યું

દીનદયાળ પોર્ટે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કુલ ૧૩૦ મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું સફળ સંચાલન કર્યું છે. અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં બંદરે ૯૫ મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કર્યો હતો, જેની સામે આ વર્ષે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ આંકડો વાર્ષિક ધોરણે આશરે સાડા 35 ટકાનો મજબૂત વૃદ્ધિદર સૂચવે છે. પોર્ટની આ સિદ્ધિ તેની સતત શ્રેષ્ઠ કાર્યપદ્ધતિ, સંચાલકીય કાર્યક્ષમતામાં થયેલા સુધારા અને ઉત્તમ કામગીરીને સ્પષ્ટપણે પ્રતિબિંબિત કરે છે.
જાહેરાત














