Video: દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા મોદી સ્ટેડિયમમાં ફાયર વિભાગનું ચેકિંગ, આયોજકો તરફથી ગોળગોળ જવાબ

દિલજીત દોસાંજના આગામી કોન્સર્ટ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાયર વિભાગનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. એડિશનલ ચીફ ફાયર ઓફિસરની ટીમે કરેલી પ્રાથમિક ચકાસણીમાં મોટી ખામીઓ સામે આવી છે.
સ્ટેડિયમમાં અંદાજે 70 હજારથી વધુ પ્રેક્ષકો ઉપસ્થિત રહેવાના છે, પરંતુ ઇમરજન્સી વખતે લોકોને બહાર કાઢવા બાબતે આયોજકો તરફથી ગોળગોળ જવાબ મળ્યા હતા. તપાસ દરમિયાન ૪૪ જેટલા એક્ઝિટ પોઇન્ટ બંધ રહેતા હોવાની ગંભીર બાબત સામે આવી છે. આથી ફાયર વિભાગે આ ગેટ ખોલવાની ચાવી કોની પાસે રહેશે અને ત્યાં કયા વ્યક્તિઓ તૈનાત રહેશે તેની વિગતો માંગી છે. બીજી બાજુ હંગામી સ્ટ્રક્ચરની મંજૂરી મામલે ફાયર વિભાગે પોલીસ પર જવાબદારી ઢોળી હતી. જ્યારે બોમ્બ થ્રેટ જેવી આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા સ્ટેડિયમમાં ઇમરજન્સી ફાયર ટેન્ડર સતત હાજર રાખવાનો નિર્ણય લેવાયો છે.
જાહેરાત












