Video: જૂનાગઢ: અમદાવાદ કોન્સર્ટ પહેલા પંજાબી સિંગર દિલજીત દોસાંઝ ગીર સફારીની મુલાકાતે પહોંચ્યા, સિંહ દર્શન કર્યા!

ઇન્દોરમાં પોતાના કોન્સર્ટ દરમિયાન નિર્ભય અંદાજમાં શાનદાર પરફોર્મન્સ આપ્યા બાદ દિલજીત દોસાંઝ સીધા ગીરના જંગલમાં કુદરતી સૌંદર્ય અને વન્યજીવનની મજા માણવા આવ્યા છે. વહેલી સવારે જ તેઓ જીપ્સીમાં સવાર થઈને ગીરના જંગલમાં સિંહ દર્શન માટે નીકળ્યા હતા. ગીરના જંગલનો અસલી લુત્ફ માણવા માટે દિલજીતે ખાસ ફોરેસ્ટ લુક પણ ધારણ કર્યો હતો, જેની તસવીરો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં રહ્યા છે અને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.
જાહેરાત












