Video: વંથલી તાલુકાના ધણફુલિયા ગામે ખેતરમાં વીજ કરંટથી સિંહનું મોત, વાડી માલિક સામે નોંધાયો ગુનો

સોર્સ: gstv

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધણફુલિયા ગામે વીજ કરંટ લાગવાથી એક નર સિંહનું મોત નીપજ્યું છે. ખેતરમાં પાકના રક્ષણ માટે મૂકવામાં આવેલા જીવંત વીજ પ્રવાહની અડફેટે સિંહ આવી ગયો હોવાનું વન વિભાગની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તપાસ દરમિયાન ખેતરમાં વીજ વાયર તૂટેલા અને કરંટના નિશાન મળી આવ્યા હતા. અંદાજે 5થી 9 વર્ષની ઉંમર ધરાવતા તંદુરસ્ત સિંહનું ત્રણ વેટરનરી ડોક્ટરોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જેમાં વીજ કરંટથી મોત થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. વન વિભાગના જણાવ્યા અનુસાર આ સિંહ ગીરનારમાંથી નીકળીને રેવન્યુ વિસ્તારનાં ચાર ગામોમાં પરિભ્રમણ કરતો હતો અને તેના વિરુદ્ધ કોઈ ફરિયાદ પણ નોંધાઈ નહોતી. હવે વાડી માલિક સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત