Video: વાવ-થરાદના સુઈગામના મોરવાડા ગામે સફાઈ વગર કેનાલમાં પાણી છોડાતા ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળ્યા, એરંડાના પાકને ભારે નુકસાન!

સોર્સ: gstv

કેનાલમાંથી પાણી છોડાતા મોરવાડા ગામના ખેડૂત ઠાકરશીભાઈ ઠાકોરના ખેતરમાં પાણી ફરી વળ્યા હતા, જેના કારણે ખેતરમાં ઉભેલા એરંડાના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. કેનાલની આજુબાજુ ઊગી નીકળેલા બાવળ અને ઝાડી-ઝાંખરાની સફાઈ કરવા માટે અગાઉ અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી. રવિ પાકની આ સિઝનમાં મહેનતથી ઉભેલા પાકમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. સફાઈ વગર પાણી છોડનાર જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને નુકસાનગ્રસ્ત ખેડૂતને વહેલી તકે યોગ્ય સહાય આપવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત