Video: વાવ-થરાદના માવસરી-બાખાસર રોડ સળગેલા ટ્રક પાછળ બે કાર અથડાતા એકનું મોત

વાવ-થરાદના માવસરી-બાખાસર રોડ પર તંત્રની બેદરકારીના કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે. એક દિવસ અગાઉ મગફળી ભરેલા ટ્રકમાં આગ લાગી હતી, પરંતુ સળગેલો ટ્રક રસ્તા પરથી હટાવવામાં આવ્યો નહોતો. રાત્રિના સમયે રસ્તા પર ઉભેલા આ ટ્રક પાછળ બે કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સળગેલો ટ્રક રસ્તા પર જ પડ્યો રહેતા વાહનચાલકો માટે જોખમ ઊભું થયું હતું. સ્થાનિકોમાં તંત્રની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે.
જાહેરાત








