Video: બનાસકાંઠાના મોટા જામપુરા ગામમાં એરંડાના ખેતરમાંથી SOG દ્વારા ગાંજાનું વાવેતર ઝડપાયું.

સોર્સ: gstv

બનાસકાંઠા SOG પોલીસે મોટા જામપુરા ગામની સીમમાં મોટી કાર્યવાહી કરી છે. અહીં એરંડા અને ઘાસચારાના પાકની આડમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. પોલીસે દરોડો પાડીને 161 ગાંજાના છોડ સાથે અદલજી ગણેશજી રાઠોડ નામના 37 વર્ષીય શખ્સની ધરપકડ કરી છે. આ રેડ દરમિયાન અંદાજે 66 કિલોથી વધુનો એટલે કે 33.10 લાખ રૂપિયાની કિંમતનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. મોબાઈલ સહિત કુલ 33.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી થરા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત