મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: બનાસકાંઠાના જસલેણી ગામમાં ધાર્મિક વિધિ દરમિયાન ભમરાના હુમલાથી વીસથી વધુ લોકો ઈજાગ્રસ્ત

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના જસલેણી ગામમાં ખેતરમાં ધાર્મિક પ્રસંગે નૈવેદ્ય કરતી વખતે ધૂપ પ્રગટાવતા જ અચાનક મોટી સંખ્યામાં ભમરા ઉડ્યા હતા. ભમરાઓએ સ્થળ પર હાજર લોકો પર હુમલો કરી દેતા ભાગદોડ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભમરા કરડવાથી 20થી વધુ લોકોની તબિયત લથડી હતી, જેમને તાત્કાલિક 108 અને ખાનગી વાહનો દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં એકસાથે મોટી સંખ્યામાં દર્દીઓ આવતા દોડધામ મચી ગઈ હતી. ધાર્મિક પ્રસંગ દરમિયાન બનેલી આ ઘટનાથી જસલેણી ગામમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.

આ સમાચાર શેર કરો