Video: રાજકોટ સોની બજારમાં 4 લાખના સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો, ફરિયાદી જ માસ્ટરમાઈન્ડ નીકળ્યો

દિવાળી પૂર્વે રાજકોટની સોની બજારમાં લિફ્ટ લેવાના બહાને છરી બતાવી 4 લાખના સોનાના તારની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સમગ્ર મામલો તરકટ હોવાનું સામે આવ્યું છે. તપાસમાં ખુલ્યું કે દિવાળીમાં રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં ફરિયાદી સચિન મીણાએ પોતાના ત્રણ મિત્રો સાથે મળીને ખોટી લૂંટનું કાવતરું ઘડ્યું હતું. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે શિવલાલ મેઘવાર, શ્રાવણ ચૌધરી અને રાજુરામની ધરપકડ કરી છે. પોલીસે લૂંટમાં ગયેલો તમામ મુદ્દામાલ પણ રિકવર કરી લઈને ફરિયાદીની ચાલાકીનો પર્દાફાશ કર્યો છે.
જાહેરાત















