Video: રાજકોટમાં ખાનગી શાળાઓની મનમાની

સોર્સ: gstv

રાજકોટમાં દિવાળી વેકેશન પૂર્ણ થાય તે પહેલાં જ કેટલીક ખાનગી શાળાઓ શરૂ કરી દેવાઈ છે. શહેરની મોદી સ્કૂલ અને કલ્યાણ સ્કૂલમાં ધોરણ અગ્યારના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા જોવા મળતા વિવાદ સર્જાયો છે. આ મામલે કોંગ્રેસના વિદ્યાર્થી નેતાઓ અને આગેવાનો શાળાએ પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવી હલ્લાબોલ કર્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે વેકેશન પૂર્ણ થાય તે પહેલાં જ શાળાઓ શરૂ કરી વિદ્યાર્થીઓ પાસે અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓને સરકારના નિયમાનુસાર પૂરતું વેકેશન કેમ નથી અપાયુ તેવો પણ કોંગ્રેસે સવાલ કર્યો હતો

આ સમાચાર શેર કરો

જાહેરાત