Video: સુરતમાં 6.55 કરોડની પ્લાસ્ટિક પોલીમર છેતરપિંડી, રાજકોટથી વધુ ચાર આરોપીઓ ઝડપાયા

સુરતમાં પ્લાસ્ટિક પોલીમરના દાણાની ખરીદીમાં કરોડોની છેતરપિંડીના કેસમાં વધુ ચાર આરોપીઓ ઝડપાયા છે. સુરત ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટથી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ ફરિયાદી પાસેથી 6 કરોડ 55 લાખ 69 હજાર 344 રૂપિયાના પ્લાસ્ટિક પોલીમરના દાણાની ખરીદી કરી હતી, પરંતુ લાંબા સમય સુધી પેમેન્ટ ચૂકવ્યું નહોતું. ફરિયાદીએ સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં આરોપીઓએ મોબાઇલ સ્વીચ ઓફ કરી સંપર્ક તોડી નાખ્યો હતો. આથી ફરિયાદીએ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને હાલ આ ગુનામાં કુલ 13 આરોપીઓની સંડોવણી સામે આવી છે.
જાહેરાત














