Video: સુરતના સચિન GIDCમાં લિફ્ટની બેદરકારીથી શ્રમિકનું મોત, કંપની સંચાલકો સામે પરિવારના ગંભીર આક્ષેપ

સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી લક્ષ્મીવિલા કંપનીમાં લિફ્ટની ગંભીર બેદરકારીના કારણે એક શ્રમિકનું કરુણ મોત નીપજ્યું છે. ઉપરના માળે લિફ્ટનો દરવાજો ખુલ્લો હોવા છતાં લિફ્ટ નીચે હોવાથી શ્રમિક સીધા નીચે પટકાયા હતા. બપોરે બે વાગ્યે અકસ્માત થયો હોવા છતાં કંપની સંચાલકોએ અડધો કલાક મોડેથી એમ્બ્યુલન્સ બોલાવી હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે. સમયસર સારવાર ન મળતાં હોસ્પિટલ લઈ જતી વખતે જ શ્રમિકનું મોત નીપજ્યું હતું. પરિવારજનોએ કંપની સંચાલકો પર બેદરકારી અને સંવેદનહીનતાના આરોપ લગાવી મૃતકની દીકરીના લગ્ન સહિત અંતિમવિધિનો ખર્ચ ઉઠાવવાની માંગ કરી છે. માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ કંપનીના ગેટ પર રાખી ધરણાં કરવાની પરિવારજનોએ ચીમકી ઉચ્ચારી છે.
જાહેરાત
















