Video: ગોધરાની સબ જેલમાં કેદીનો આપઘાત

સોર્સ: gstv

પંચમહાલના ગોધરા સબ જેલમાં કાચા કામના કેદીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો છે.. પત્નીની હત્યાના આરોપમાં જેલમાં બંધ સુનીલ ચંદવાણીએ જેલ પરિસરના બાથરૂમમાં જીવન ટૂંકાવ્યું છે.આ ઘટનામાં જેલ તંત્રની બેદરકારી સામે આવી છે. ઘટના બપોરે દોઢ વાગ્યાની આસપાસ બન્યો હતો અને પરિવારને છેક સાંજે સાડા પાંચ વાગ્યા પછી જાણ કરાઈ હોવાનો આક્ષેપ થયો છે. પરિવારજનોએ આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે, જેના પગલે સબ જેલની સુરક્ષા અને બંદીવાનોની દેખરેખ સામે પણ સવાલો ઊભા થયા છે. ઘટના સમયે જવાબદાર કર્મચારીઓ ક્યાં હતા અને CCTV કેમેરા કાર્યરત હતા કે કેમ તે અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. બનાવની જાણ થતાં DYSP અને મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ જેલ ખાતે દોડી ગયા હતા, જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. કેદીએ કયા સંજોગોમાં અંતિમ પગલું ભર્યું અને પરિવારને જાણ કરવામાં થયેલા વિલંબના આક્ષેપો વચ્ચે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત