Video: દ્વારકાના નાવદ્રા ગામે સરપંચ સામે ગેરરીતિના આક્ષેપ, પ્રોક્સી સહીથી લઈ રોડના કામોમાં ભ્રષ્ટાચારના દાવા

દેવભૂમિ દ્વારકાના નાવદ્રા ગામે ગ્રામ પંચાયતના સરપંચ સામે ગંભીર ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. સરપંચ જીવીબેન દેવાભાઈ કરમુર પોતે પંચાયત કચેરીએ હાજર રહેતા નથી અને તેમના બદલે અન્ય વ્યક્તિ સહી-સિક્કા કરતા હોવાના વીડિયો વાયરલ થયા છે. આ ઉપરાંત ગ્રામ પંચાયતના ટ્રેક્ટરનો અંગત કામો માટે ઉપયોગ થતો હોવાના વીડિયો પણ સામે આવ્યા છે. ગામમાં કરવામાં આવેલા રોડના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્થાનિક જાગૃત નાગરિકે આક્ષેપ કર્યો છે. ગૌચર જમીનની જાળવણીમાં બેદરકારી અને ગેરકાયદે માટી ઉપાડાતી હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે. સ્થાનિક નાગરિક દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો દાવો કરાયો છે.
જાહેરાત














