Video: સુરેન્દ્રનગરમાં સફાઈ કર્મચારીની પ્રામાણિકતા, કચરાની ગાડીમાંથી મળેલા સાત લાખના સોનાના સિક્કા પરત કર્યા

સોર્સ: gstv

સુરેન્દ્રનગરમાં સફાઈ કર્મચારીએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મયૂરનગરમાં રહેતાં વીરાબેન દરજીએ ભૂલથી ચાર તોલા સોનાના ચાર સિક્કા ભરેલું પાકીટ ડોર ટુ ડોર કચરો ઉઘરાવતી ગાડીમાં ફેંકી દીધું હતું. આ અંગે જાણ થતાં સફાઈ કર્મચારી માંગુ ડાંગીએ તાત્કાલિક આખી કચરાની ગાડી ખાલી કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કોથળીમાંથી ચાર સોનાના સિક્કા મળી આવતાં આશરે સાત લાખ રૂપિયાની કિંમતનું સોનું અધિકારીઓની હાજરીમાં મૂળ માલિકને પરત કરવામાં આવ્યું હતું. સફાઈ કર્મચારીની આ પ્રામાણિકતાની સમગ્ર વિસ્તારમાં પ્રશંસા થઈ રહી છે. મહાનગરપાલિકા દ્વારા કર્મચારીનું વિશેષ સન્માન કરી આર્થિક પુરસ્કાર આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત