Video: યુસુફ પઠાણના પ્લોટ મુદ્દે વડોદરા મનપાની સભામાં ભાજપ-કોંગ્રેસના સભ્યો આમને-સામને

સોર્સ: gstv

વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને તાંદલજા વિસ્તારમાં સરકારી પ્લોટ ફાળવવાના મુદ્દે ભારે હોબાળો થયો હતો. મેયર ગીતાબેન મકવાણાના અધ્યક્ષસ્થાને મળેલી સભામાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો પ્લોટ ફાળવણીના મુદ્દે આમને-સામને આવી ગયા હતા. કોંગ્રેસના કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટ પઠાણી પોષાકમાં સભામાં પહોંચ્યા હતા અને પ્લોટ ફાળવણીનો વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના આશિષ જોશીએ પણ ઠરાવનો વિરોધ કરતાં કરેલા નિવેદનથી ભાજપના સભ્યોમાં ભારે હોબાળો મચ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસે મહિલા ક્રિકેટર રાધા યાદવને ક્રિકેટ એકેડમી માટે પ્લોટ ન મળ્યો હોવાનો મુદ્દો ઉઠાવી યુસુફ પઠાણને પ્લોટ ફાળવવા સામે સવાલો કર્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત