Video: વડનગરમાં બે દિવસીય તાનારીરી મહોત્સવમાં શાસ્ત્રીય સંગીતની સુરાવલીઓ રેલાઈ

મહેસાણા જિલ્લાના પ્રાચીન નગર વડનગરમાં ગુજરાત સરકાર દ્વારા બે દિવસીય તાનારીરી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આ મહોત્સવનો તાનારીરી ગાર્ડન ખાતે પ્રારંભ થયો હતો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવોએ મહોત્સવ ખુલ્લો મૂક્યો હતો. ગુજરાતની અદ્વિતીય સંગીત બેલડી તાના અને રીરીની સ્મૃતિમાં યોજાતા આ મહોત્સવમાં શાસ્ત્રીય સંગીતના જાણીતા કલાકારોએ પોતાની કલા અને ગાયકીના સૂર રેલાવ્યા હતા. તાનારીરીના સમાધિ સ્થળ નજીક સંગીતની પ્રસ્તુતિઓ દ્વારા બંને બહેનોને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
જાહેરાત
















