Video: ગેરકાયદેસર ખનન સામે તવાઈ

સોર્સ: gstv

ચોટીલાના થાનગઢમાં ગેરકાયદેસર કોલસા ખનન અને વહન સામે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. નાયબ કલેક્ટર એસ વી કલસરીયા અને તેમની ટીમે ખાખરાવાળી ગામની સીમમાં આકસ્મિક તપાસ કરી હતી. દરમિયાન રોયલ્ટી પાસ વગર સાદી માટી ભરેલું ડમ્પર અને કોલસા ખનન માટે વપરાતું કોમ્પ્રેશર મશીન સાથેનું સ્વરાજ ટ્રેક્ટર મળી આવ્યું હતું. બંને વાહનો સહિત 47 લાખ 10 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બીજી તરફ અભેપર ગામના ખાનગી સર્વે નંબર 11ની જમીનમાં ગેરકાયદેસર કોલસા ખનન થતું હોવાનું સામે આવ્યું હતું. અહીંથી 20 મેટ્રિક ટન કોલસો, એક ચરખી-બકેટ અને એક ડીઝલ મશીન સહિત 1 લાખ 80 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સંડોવાયેલા ઇસમો સામે નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત