Video: ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી, ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જાહેર જમીન પરનું ગેરકાયદેસર મસ્જિદનું બાંધકામ તોડી પડાયું

મળતી માહિતી મુજબ, ગ્રામજનોની ફરિયાદ બાદ મહેસૂલ વિભાગ અને પોલીસે સંયુક્ત તપાસ કરી હતી, જેમાં ૧૫૦ ચોરસ મીટર વિસ્તારની આ જમીન પરનું બાંધકામ અનધિકૃત હોવાનું સાબિત થયું હતું. વક્ફ બોર્ડે પણ આ મિલકત પર નવા બાંધકામની પરવાનગી ન હોવાનું સ્પષ્ટ કર્યું હતું. તંત્રના જણાવ્યા અનુસાર, મૂળ માળખું જૂનું હતું પરંતુ બે-ત્રણ મહિનામાં નવું બાંધકામ કરી નમાઝ અદા કરવાની નવી પરંપરા શરૂ કરાઈ રહી હતી, જેને લઈને તંત્રએ કડક પગલાં લીધા છે.
જાહેરાત








