Video: પટનામાં ગોળના ગોડાઉન પર દરોડા

સોર્સ: gstv

બિહારની રાજધાની પટનામાં છઠ્ઠ પૂજા પહેલાં ખાદ્ય સુરક્ષા વિભાગે ભેળસેળ અને અનિયમિતતા સામે કાર્યવાહી હાથ ધરી છે. મીના બજારમાં ગોળના વેપારીના ગોડાઉન પર ખાદ્ય સુરક્ષા વિભાગની ટીમે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ગોળના નમૂના એકત્રિત કરી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત કથિત અનિયમિતતાઓ સામે ગોડાઉનમાં રહેલા ગોળના જથ્થાને પણ જપ્ત કરવામાં આવ્યો હતો. તહેવાર દરમિયાન લોકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી મળી રહે તે હેતુથી વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત