Video: દિવાળી બાદ દિલ્હી-એનસીઆરમાં ધુમ્મસની ચાદર: 15 વિસ્તારોમાં AQI 400 પાર

દિવાળીની રાત્રે ભારે આતશબાજી બાદ સોમવારે સવારે દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે અને રાજધાની ઝેરી ધુમ્મસની મોટી ચાદરમાં લપેટાઈ ગઈ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આંકડા મુજબ દિલ્હીનો સરેરાશ એસીઆઈ 366 નોંધાયો છે, જ્યારે સોનિયા વિહાર, બુરાડી અને વિવેક વિહાર સહિત 15 જેટલા સ્ટેશનો પર હવાની ગુણવત્તા 400થી વધુ એટલે કે 'ગંભીર' શ્રેણીમાં પહોંચી ગઈ છે. ધાડા સ્મોગના કારણે સવારના સમયે દ્રશ્યતા પણ ઘટી ગઈ હતી, જેનાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. દિલ્હી ઉપરાંત નોઈડાના સેક્ટર-62માં એક્યુઆઈ 404 તથા ગાઝિયાબાદના વસુંધરામાં 395 નોંધાતા સમગ્ર એનસીઆરમાં શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે. ભારે પ્રદૂષણને પગલે લોકોમાં આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો વધી રહી છે.
જાહેરાત







