Video: ઓમાનના મસ્કત ખાતે પહોંચ્યું ભારતીય નૌકાદળનું જહાજ 'સુરત': દ્વિપક્ષીય દરિયાઈ કવાયત 'નસીમ અલ બહર'ની ૧૫મી આવૃત્તિમાં ભાગ લેશે

સોર્સ: gstv

ઓમનના મસ્કત પહોંચેલા આ જહાજ બાદ ભારતીય નૌકાદળ અને ઓમાનની રોયલ નેવી વચ્ચે સંકલિત પેટ્રોલ એટલે કે કોર્પાટ યોજાશે. આ કવાયતના બંદર અને દરિયાઈ તબક્કા દરમિયાન ક્રોસ-ડેક મુલાકાતો, ઓપરેશનલ ક્રિયાપ્રતિક્રિયાઓ અને રમતગમતના વિવિધ કાર્યક્રમો યોજાશે. આ મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ બંને દેશોના નૌકાદળના કર્મચારીઓને અનુભવો અને ઉત્તમ પ્રથાઓનું આદાનપ્રદાન કરવાની તક પૂરી પાડશે. આનાથી બંને દળો વચ્ચેની આંતર-કાર્યક્ષમતા વધશે અને પરસ્પર સહયોગ તથા સમજણ વધુ મજબૂત બનશે

આ સમાચાર શેર કરો

જાહેરાત