Video: શ્વાસ લેવો પણ બન્યો જીવલેણ..ભારતમાં 10 વર્ષમાં ઝેરી હવાથી લાખોના ભોગ!

સ્વીડનના કારોલિંસ્કા ઇન્સ્ટિટ્યુટ દ્વારા કરવામાં આવેલા એક મહત્વપૂર્ણ સંશોધનમાં ખુલાસો થયો છે કે વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૯ વચ્ચે ભારતમાં વાયુ પ્રદૂષણને કારણે ૩૮ લાખ લોકોનાં મોત નીપજ્યાં છે. હવામાં પીએમ ૨ પોઈન્ટ પાંચ ની માત્રા રાષ્ટ્રીય તેમજ WHO ના નિર્ધારિત ધોરણો કરતાં ઘણી વધારે હોવાને કારણે આ સ્થિતિ ગંભીર બની છે. જો ડબ્લ્યુએચઓના કડક માપદંડ મુજબ ગણવામાં આવે તો આ આંકડો વધીને ૧ કરોડ ૬૬ લાક સુધી પહોંચી જાય છે, જે કુલ મોતનો લગભગ ચોથો ભાગ છે. આ અત્યંત સૂક્ષ્મ અને હાનિકારક કણો બેક્ટેરિયા અને માનવ વાળ કરતા પણ નાના હોય છે, જે શ્વાસ દ્વારા શરીરની અંદર જઈને જીવલેણ સાબિત થઈ રહ્યા છે.
જાહેરાત







