Video: SIR મુદ્દે ભાજપનું પ્રદર્શન

કર્ણાટકના મેંગલુરુમાં SIR પ્રક્રિયાને લઈને ભાજપ દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ભાજપે કોંગ્રેસ પર મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવાનો આક્ષેપ કર્યો છે. આ મુદ્દે ભાજપે પદયાત્રા અને જાહેર સભાનું આયોજન કર્યું હતું. ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યા સહિતના નેતાઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ભાજપે SIR પ્રક્રિયા અંગે કોંગ્રેસ દ્વારા ફેલાવવામાં આવતી હોવાનો આક્ષેપ કરેલી ગેરમાહિતીનો જવાબ આપવાના હેતુથી આ અભિયાન યોજ્યું હતું.
જાહેરાત







