Video: માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીની લુખ્ખાગીરી, યુવકને રોકી જાહેરમાં ગાળો ભાંડી, પરિવારને માણાવદર છોડી દેવા ધમકી

સોર્સ: gstv

વાયરલ થયેલા વીડિયોમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી અત્યંત ઉશ્કેરાયેલા અને આક્રમક અંદાજમાં યુવાનને રોકીને ગાળો દેતા દેખાય છે. વીડિયોમાં અશોભનીય ભાષાની સાથે સાથે ધારાસભ્ય જે વાતો કરે છે તે જાહેર જીવનની મર્યાદા પર સવાલ ઊભા કરે છે. ધારાસભ્ય યુવાનને કહે છે કે, મારે તારું કંઈ સાંભળવું નથી. માણાવદરમાં તારો ધંધો લઈને જતો રહેજે. સાથોસાથ પોતાની તાકાતનો રોફ જમાવતા તેઓ પડકાર ફેંકે છે કે, ગમે તેને લઈ આવજે મારી નાખીશ, મારું કોઈ કંઈ નહીં કરી શકે અને તારાથી થાય તે કરી લેજે. આ મામલામાં ભોગ બનનાર મનીષ ઝાલાવાડિયાએ કહ્યું કે, તેઓ માણાવદરમાં કેમિકલનો ધંધો અને ડેલો ચલાવે છે. બે વર્ષ પહેલા નવરાત્રીમાં ધારાસભ્યએ ફાળો ન લખાવ્યો અને અન્ય સમાજમાં 25 હજાર લખાવ્યા હોવાનો વીડિયો ગરબીના ગ્રુપમાં શેર કરાતા તેનું મનદુખ રખાયું હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે. સાથે જ કહ્યું કે, એકાદ વર્ષ પહેલા ધારાસભ્યએ ગાળો આપી હોવા છતાં તેમણે સહન કર્યું અને પાંચ મહિના પહેલા ડ્રાઈવર પરેશ મકોરીએ રાત્રે નશામાં પરિવાર સામે ગાળો આપી હોવા છતાં ધંધાદારી માણસ હોવાથી જતું કર્યું હતું. જૂનાગઢથી માણાવદર આવતી વખતે ધારાસભ્યની ગાડી સામે આવતા પીછો કરી બાઈક આંતરી, ગાળો આપી, માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ છે. પીડિતે સ્વબચાવમાં કેમેરો રાખ્યો હોવાથી આ ઘટના કેદ થઈ હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત