Video: ભીડને પગલે પશ્ચિમ રેલવે દોડાવશે બે સ્પેશિયલ ટ્રેનો, સ્લીપર અને જનરલ કોચની સુવિધા સાથે વિશેષ ભાડું

સોર્સ: gstv

અમદાવાદમાં મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા બે વન વે સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાબરમતીથી મુઝફ્ફરપુર અને અમદાવાદથી ગોરખપુર વચ્ચે આ વિશેષ ટ્રેનો દોડશે. સાબરમતી–મુઝફ્ફરપુર સ્પેશિયલ 20 નવેમ્બરે સાંજે 5 50 વાગ્યે ઉપડી 22 નવેમ્બરે સવારે 3 50 વાગ્યે મુઝફ્ફરપુર પહોંચશે. જ્યારે અમદાવાદ–ગોરખપુર સ્પેશિયલ 21 નવેમ્બરે રાત્રે 1 વાગ્યે ઉપડી 22 નવેમ્બરે સવારે 6 45 વાગ્યે ગોરખપુર પહોંચશે. બંને ટ્રેનોમાં સ્લીપર અને જનરલ કોચની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ–ગોરખપુર ટ્રેનનું બુકિંગ 20 નવેમ્બરે સવારે 8 વાગ્યાથી શરૂ થશે. બંને ટ્રેનો વિશેષ ભાડા સાથે દોડાવવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત