Video: અમદાવાદમાં જાહેરાતના બલૂને નિયમોની હવા કાંઢી નાખી, AMC કુંભકર્ણ નિંદ્રામાં!

સોર્સ: gstv

અમદાવાદના એસજી હાઈવે પર એક ટેન્શન ઉભુ કરતું દ્રશ્યો જોવા મળ્યું. હાઈવેને સમાંતર પસાર થતી હાઈટેન્શન લાઈનમાં જાહેરાતનું બલૂન ફસાઈ ગયું હતુ. હાઈટેન્શન વીજલાઈન આસપાસ અને નીચેની જગ્યાએ બાંધકામ કે અન્ય પ્રવૃત્તિઓ ન કરવાની કડક ગાઈડલાઈન્સ હોવા છતા અહીં તો અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશો ભરબપોરે ઉંઘમાં હોય તેવી સ્થિતિ છે. વીજલાઈનમાં બલૂન ફસાઈ જતા તંત્ર દોડતુ થયું અને ફસાયેલા બલૂનને હટાવવાની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ થઈ. પણ સવાલ એ ઉઠે કે નિયમોના છડેચોક ધજાગરાં ઉડાવી આકાશમાં બેરોકટોક વિહરતા જાહેરાતોના આ બલૂન સામે શું અમદાવાદ કોર્પોરેશન કોર્પોરેશન પાસે કોઈ નિયમો નથી? કે પછી એકઆધ મોટી દુર્ઘટના સર્જાય પછી બધા અમલવારીની ગોખેલી લાઈનો બોલવા માટે આવી જશે?

આ સમાચાર શેર કરો

જાહેરાત