Video: વાર્ષિક બે કરોડના ખર્ચના દાવા વચ્ચે વદેસીયામાં શુદ્ધ પાણી ગાયબ, ખર્ચની તપાસની માંગ

સોર્સ: gstv

છોટાઉદેપુરના નસવાડી તાલુકાના વદેસીયામાં પોચંબા પાણી પુરવઠા યોજના હેઠળ ટાંકી, સંપ અને પાઇપલાઇન તૈયાર છે, છતાં ઘરે ઘરે નર્મદાનું ફિલ્ટર કરેલું પાણી નથી પહોંચ્યું. વીજળી ગુલ થતાં બે દિવસ પાણી વગર રહેવું પડે છે અને ગામના હેન્ડપંપ પણ બિસ્માર બન્યા છે. બોરના પાણીમાં વધુ ટીડીએસથી પથરી અને પાણીજન્ય રોગોનો ખતરો છે, જ્યારે પશુઓ માટે હવાડામાંથી ડોલે-ડોલે પાણી ભરવું પડે છે. વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ નથી આવ્યો. પાણી વિતરણ અને સમારકામના નામે થતા લાખો-કરોડોના ખર્ચ વચ્ચે વદેસીયાને પાણી કેમ નથી મળતું તે મોટો સવાલ છે. ગ્રામજનોએ સમગ્ર ખર્ચની તપાસ કરી વહેલી તકે નર્મદાનું શુદ્ધ પાણી આપવાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત