Video: NCC એર વિંગના વાર્ષિક તાલીમ કેમ્પમાં છત્તીસગઢના નાણામંત્રી ઓ.પી. ચૌધરી હાજરી

સોર્સ: gstv

છત્તીસગઢના નાણામંત્રી ઓ.પી. ચૌધરી રાયપુરના લખોલી ખાતે યોજાયેલા NCC એર વિંગના વાર્ષિક તાલીમ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે એનસીસી કેડેટ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ મોડેલ્સનું નિરીક્ષણ કર્યું હતું. કેડેટ્સ સાથે સંવાદ કરી તેમની તાલીમ અને પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી હતી. આ પ્રસંગે નાણામંત્રી ઓ.પી. ચૌધરીએ 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કર્યું હતું. તેમણે પર્યાવરણ સંરક્ષણ અને યુવાનોમાં શિસ્ત તથા રાષ્ટ્રસેવાની ભાવનાના મહત્વ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત