Video: મંડીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત

સોર્સ: gstv

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના લડભડોલ વિસ્તારમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહેલા સ્થાનિક લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. આ દુર્ઘટનામાં છ લોકોનાં મોત થયાની પુષ્ટિ તહસીલદાર મુકુલ શર્માએ કરી છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક તંત્ર અને સંબંધિત વિભાગો દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તમામ મૃતકો સ્થાનિક રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત