આખરે જેલના સળિયા પાછળથી આઝાદ થયા આઝમ ખાન! ડાસના જેલની બહાર આવતા જ સમર્થકોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ

જેલમાંથી બહાર આવ્યા બાદ પણ ચૂંટણી નહીં લડી શકે આઝમ ખાન અને અબ્દુલ્લા! જાણો 2027 માં કોણ સંભાળશે પરિવારનો રાજકીય વારસો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સમાજવાદી પાર્ટી (SP) ના વરિષ્ઠ નેતા આઝમ ખાનને વચગાળાના જામીન મળી ગયા છે અને ગાઝિયાબાદની CJM કોર્ટમાં તેમની જામીન સંબંધિત તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આઝમ ખાનની મુક્તિનો આદેશ ગાઝિયાબાદની ડાસના જેલ પહોંચી ગયા બાદ તેઓ જેલની બહાર આવી ગયા છે. જેલની બહાર તેમના સમર્થકો તેમનું અભિવાદન કરવા આવ્યા છે. 

જામીન પ્રક્રિયા પૂર્ણ, 50-50 હજારની FD જમા કરાવાઈ

જાહેરાત

ગાઝિયાબાદ CJM કોર્ટમાં આઝમ ખાનના વકીલો દ્વારા જામીનની તમામ ઔપચારિકતાઓ પૂરી કરવામાં આવી છે. તેમની જામીન માટે ₹50,000-50,000 ના બે જામીનદાર અને આઝમ ખાનનો ₹50,000 નો પર્સનલ બોન્ડ ભરવામાં આવ્યો છે. શહનવાઝ અને જુનૈદ નામના વ્યક્તિઓએ જામીનની રકમ પેટે 50-50 હજાર રૂપિયાની બે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કોર્ટમાં જમા કરાવી છે.

ED ને સુપ્રીમ કોર્ટની ફટકાર અને હાઈકોર્ટની રાહત ઉલ્લેખનીય છે કે, 31 ઓક્ટોબરના રોજ જ્યારે આઝમ ખાન બે પાન કાર્ડ કેસમાં જામીન મળ્યા બાદ જેલમાંથી બહાર આવી રહ્યા હતા, ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જૌહર યુનિવર્સિટી અને મૌલાના મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં જેલના ગેટ પરથી જ તેમની ધરપકડ કરી હતી.

આઝમ ખાને આ ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી, જ્યાં સુપ્રીમ કોર્ટે ED ને આકરી ફટકાર લગાવતા કહ્યું હતું કે, "આકાશ તૂટી નહીં પડે, તેમને વચગાળાના જામીન પર રહેવા દો." ત્યારબાદ મંગળવારે અલ્હાબાદ હાઈકોર્ટે મની લોન્ડરિંગ કેસમાં આઝમ ખાનને વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. જોકે, ED એ હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે અને તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે.

આ અગાઉ નકલી જન્મ પ્રમાણપત્ર કેસમાં પણ સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારની અરજી ફગાવી દઈને આઝમ ખાન, તેમના પત્ની તંઝીન ફાતિમા અને પુત્ર અબ્દુલ્લા આઝમને મોટી રાહત આપી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત