Video: NCC નેવલ એક્સપેડિશનનું સમાપન

આસામના ગુવાહાટીમાં પાંડુ પોર્ટ ખાતે NCC નેવલ એક્સપેડિશન 2026ના સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ખાસ ઉપસ્થિતિ નોંધાવી હતી. નેવલ એક્સપેડિશનના સમાપન પ્રસંગે NCC કેડેટ્સ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાન દરમિયાન કેડેટ્સે વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. સમાપન સમારોહમાં અભિયાન સાથે જોડાયેલા અનુભવો અને સિદ્ધિઓને રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં NCCના યોગદાનને પણ બિરદાવવામાં આવ્યું હતું.
જાહેરાત






