શું ઇઝરાયેલને હવે અમેરિકી સહાય નહીં મળે? ટ્રમ્પે વાર્ષિક ૪ અબજ ડોલરની સહાય બંધ કરવાની જાહેરાત કરી છે

નેતન્યાહૂ સત્તા માટે વિપક્ષ સાથે હાથ મિલાવવા પણ તૈયાર, જાણો શું છે સમગ્ર મામલો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમેરિકામાં યોજાઈ રહેલી મધ્યાવધિ ચૂંટણીઓ (Midterm Elections) ના ઘમાસાણ વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક અત્યંત ચોંકાવનારી અને ઐતિહાસિક જાહેરાત કરી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે આ વર્ષ (2026) ના અંત પછી અમેરિકા દ્વારા ઈઝરાયલને દર વર્ષે આપવામાં આવતી 4 અબજ ડોલરની આર્થિક સહાય સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે.

 

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે આ વાર્ષિક ફંડિંગ અટકાવવા અંગે સહમતિ બની હોવાનો દાવો કરતા ટ્રમ્પે ઉમેર્યું હતું કે ઈઝરાયલને હવે આર્થિક મદદની કોઈ જરૂર નથી. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે અમેરિકા ઈઝરાયલને શસ્ત્રોનું વેચાણ ચાલુ રાખશે અને જો ભવિષ્યમાં કોઈ મોટી જરૂરિયાત ઊભી થશે તો અમેરિકા તેની પડખે ઊભું રહેશે.

જાહેરાત

મિડટર્મ ઈલેક્શન અને રાજકીય ગણિત

ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે દાયકાઓ જૂના સૈન્ય સંબંધોમાં મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે. ટ્રમ્પના મતે આ નિર્ણયથી ઈઝરાયલને અપાતી અંધાધૂંધ મદદ મામલે રિપબ્લિકન પાર્ટી પર પ્રહારો કરતા વામપંથી ડેમોક્રેટ્સના તર્કો નબળા પડી જશે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે મિડટર્મ ચૂંટણીઓમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના હાથમાંથી 'હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ' (પ્રતિનિધિ સભા) નું નિયંત્રણ છીનવાઈ જવાનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત