ડોનાલ્ડ ટ્રમ્પની અગ્નિપરીક્ષા! 3 સર્વેમાં ટ્રમ્પની પાર્ટી પાછળ, શું સત્તા ગુમાવશે રિપબ્લિકન્સ?

ટ્રમ્પનો ફરી દાવો: ‘250% ટેરિફની ધમકી આપીને ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવ્યું’
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

યુનાઈટેડ સ્ટેટ્સમાં મંગળવારે મિડટર્મ (મધ્યસત્ર) ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળના બે વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાઈ રહેલી આ ચૂંટણીને રાષ્ટ્રપતિના કામકાજ અને નીતિઓ પર અમેરિકી જનતાના ‘રેફરેન્ડમ’ તરીકે જોવામાં આવી રહી છે. યુએસ કોંગ્રેસના બંને ગૃહોના ભવિષ્યનો ફેંસલો કરવા માટે કુલ 470 બેઠકો પર અત્યંત રસાકસીભરી સ્પર્ધા ચાલી રહી છે.

કઈ બેઠકો પર થઈ રહ્યું છે મતદાન?

જાહેરાત

આ મિડટર્મ ચૂંટણી અંતર્ગત હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (નીચલું ગૃહ)ની તમામ ૪૩૫ બેઠકો પર મતદાન યોજાવાનું છે.  જ્યારે સેનેટ (ઉપલું ગૃહ)માં કુલ 100 માંથી 35 બેઠકો પર ચૂંટણી યોજાઈ છે. આ ઉપરાંત અમેરિકાના 36 રાજ્યોમાં ગવર્નર (રાજ્યપાલ) પદ માટે પણ મતદાન થઈ રહ્યું છે. ચૂંટણીના દિવસ પહેલાં જ લગભગ 5.45 કરોડથી વધુ અમેરિકનોએ અર્લી વોટિંગ અને પોસ્ટલ બેલેટ દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લીધો હતો.

સર્વેમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી પાછળ

અમેરિકન મીડિયા ટ્રેન્ડ્સ અને ત્રણ અગ્રણી ઓપિનિયન પોલ્સ અનુસાર, આ વખતે રિપબ્લિકન પાર્ટીનો કોંગ્રેસ પરનો કાબૂ ઢીલો પડી શકે છે અને વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીને મોટી લીડ મળવાની શક્યતા છે. CNN ના 'પોલ ઓફ પોલ્સ' વિશ્લેષણ મુજબ ડેમોક્રેટ્સને નીચલા ગૃહ (હાઉસ) પર કબ્જો મેળવવા માટે માત્ર ૩ બેઠકોની જરૂર છે. જ્યારે સેનેટમાં બહુમતી હાંસલ કરવા માટે માત્ર 4 વધારાની બેઠકો જીતવી પડશે.

હાલ સેનેટમાં રિપબ્લિકન્સ પાસે 53 અને ડેમોક્રેટ્સ (તથા સમર્થક અપક્ષો) પાસે 47 બેઠકો છે. જે 35 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે તેમાંથી 22 બેઠકો હાલ રિપબ્લિકન પક્ષ પાસે હોવાથી તેમના માટે આ બેઠકો બચાવવી મોટો પડકાર બની રહી છે. 

પરિણામો કેમ નિર્ણાયક છે?

જો રિપબ્લિકન પાર્ટી બંને ગૃહોમાં પોતાની બહુમતી જાળવી રાખશે, તો રાષ્ટ્રપતિ ટ્રમ્પને તેમના કાયદાકીય નિર્ણયો, બજેટ અને નીતિગત એજન્ડા સરળતાથી આગળ ધપાવવામાં મદદ મળશે. પરંતુ જો ડેમોક્રેટ્સ બંનેમાંથી કોઈ એક ગૃહમાં પણ બહુમતી મેળવવામાં સફળ રહ્યા, તો વહીવટી નિર્ણયો, સરકારી નિયુક્તિઓ અને બજેટ પાસ કરાવવામાં ટ્રમ્પ પ્રશાસનને ભારે વિરોધ અને અવરોધોનો સામનો કરવો પડશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત