મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

Video: ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીનો ઈરાને આપ્યો વળતો જવાબ

સોર્સ: gstv

ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીનો ઈરાને વળતો જવાબ આપ્યો છે. ઈરાને પણ સામે ચેતવણી આપી છે કે જો અમેરિકા અને ઈઝરાયલે ફરીથી હુમલો કર્યો તો તે ખાડી દેશોમાં સમુદ્રની નીચે બિછાવવામાં આવેલી ઇન્ટરનેટ કેબલોને નિશાન બનાવશે. તેનાથી ઇન્ટરનેટ સેવાઓ, બેન્કિંગ અને ઑનલાઇન વ્યવસાય પર અસર પડી શકે છે. ઈરાનના બે વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓએ રોયટર્સને જણાવ્યું કે અમેરિકા અને ઇઝરાયલના નવા હુમલાની સ્થિતિમાં સમુદ્રની નીચે પાથરવામાં આવેલી સંચાર કેબલને નિશાન બનાવવાની યોજના છે. જોકે, તેમણે એ જણાવ્યું નથી કે કેબલ પર હુમલો ક્યાં અને કેવી રીતે કરવામાં આવશે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, ઈરાન કેબલ કાપવા ઉપરાંત તેના સમારકામ પણ વિક્ષેપ પાડી શકે છે. તેનાથી ઇન્ટરનેટ અને અન્ય સંચાર સેવાઓ લાંબા સમય સુધી પ્રભાવિત થઈ શકે છે.

આ સમાચાર શેર કરો