રાષ્ટ્રપતિ નહીં બદલાય, પણ ટ્રમ્પની તાકાત ઘટી શકે? જાણો શું છે અમેરિકાની મિડટર્મ ચૂંટણી?

રાષ્ટ્રપતિ નહીં બદલાય, પણ ટ્રમ્પની તાકાત ઘટી શકે? જાણો શું છે અમેરિકાની મિડટર્મ ચૂંટણી?
તસવીર: Google
આ સમાચાર સાંભળો

અમેરિકામાં  મિડટર્મ ઇલેક્શન યોજાઈ રહ્યા છે. સામાન્ય રીતે રાષ્ટ્રપતિની ચૂંટણી જેટલી ચર્ચા મિડટર્મ ઇલેક્શનની થતી નથી, પરંતુ અમેરિકાની રાજનીતિમાં આ ચૂંટણીનું વિશેષ મહત્ત્વ છે. આ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદ માટે મતદાન થતું નથી, તેમ છતાં તેના પરિણામો રાષ્ટ્રપતિની સત્તા, સરકારની કામગીરી અને આગામી બે વર્ષના રાજકીય સમીકરણો પર મોટી અસર કરી શકે છે.

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી દર ચાર વર્ષે યોજાય છે, જ્યારે તેના બરાબર બે વર્ષ બાદ મિડટર્મ ઇલેક્શન યોજાય છે. આ ચૂંટણીમાં અમેરિકાની સંસદ એટલે કે કોંગ્રેસના બંને ગૃહો ઉપરાંત વિવિધ રાજ્યોના ગવર્નર અને સ્થાનિક પ્રતિનિધિઓની પસંદગી કરવામાં આવે છે. તો ચાલો જાણીએ કે મિડટર્મ ઇલેક્શન શું છે અને આ ચૂંટણી અમેરિકાના રાષ્ટ્રપતિ માટે કેમ મહત્ત્વપૂર્ણ છે?

જાહેરાત

મિડટર્મ ઇલેક્શન એટલે શું?

અમેરિકામાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ ચાર વર્ષનો હોય છે. આ કાર્યકાળના મધ્યમાં એટલે કે બે વર્ષ પૂર્ણ થયા બાદ યોજાતી ચૂંટણીને મિડટર્મ ઇલેક્શન કહેવામાં આવે છે. અંગ્રેજીમાં 'મિડટર્મ'નો અર્થ કાર્યકાળનો મધ્ય સમય થાય છે.

ઉદાહરણ તરીકે, અમેરિકામાં 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી. તેના બે વર્ષ બાદ 3 નવેમ્બર, 2026ના રોજ મિડટર્મ ઇલેક્શન યોજાઈ રહ્યાં છે. ત્યારબાદ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી 2028માં યોજાશે.

આ ચૂંટણીનો મુખ્ય હેતુ અમેરિકાની સંસદ એટલે કે કોંગ્રેસના સભ્યોની પસંદગી કરવાનો છે. કોંગ્રેસના બે ગૃહો છે, જેમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટનો સમાવેશ થાય છે. આ બંને ગૃહોમાં કયા પક્ષને બહુમતી મળે છે તેના પર મિડટર્મ ઇલેક્શનનાં પરિણામોનો આધાર રહે છે.

આ ચૂંટણીમાં અમેરિકાની સંસદના નીચલા ગૃહ એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની તમામ 435 બેઠકો પર મતદાન થાય છે. જ્યારે સેનેટની આશરે એક તૃતીયાંશ બેઠકો માટે ચૂંટણી યોજાય છે. એટલે કે, આ ચૂંટણીના પરિણામો નક્કી કરી શકે છે કે રાષ્ટ્રપતિના પક્ષનું સંસદમાં બહુમતીનું વર્ચસ્વ જળવાઈ રહેશે કે વિપક્ષી પક્ષને વધુ મજબૂતી મળશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત