Video: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની મહારેલી, રાહુલ ગાંધીએ કહ્યું: 2024ની ચૂંટણી ગેરકાયદેસર ચૂંટણી હતી

દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં આજે રવિવારે INDIA ગઠબંધન દ્વારા 'વોટ બચાવો, દેશ બચાવો'ના નારા સાથે એક વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહારેલીમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કરતા ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે દેશમાં છેલ્લા ઘણા સમયથી વોટોની ચોરી થઈ રહી છે અને વર્ષ 2024ની લોકસભા ચૂંટણી બાદ દેશના 15 ટકા મતદારોના નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું કે આ આંકડા દર્શાવે છે કે 2024ની ચૂંટણી અસંવૈધાનિક અને ચોરી કરાયેલી ચૂંટણી હતી. તેમના મતે આ વાત તેઓ પોતે નહીં પરંતુ ખુદ ચૂંટણી પંચના આંકડા સાબિત કરી રહ્યા છે.
જાહેરાત








