Video: મણીપુરના પૂર્વ મુખ્યમંત્રીનો મોટો ઘટસ્ફોટ, રાજ્યના જ ભાજપ-કોંગ્રેસને નેતાઓએ મારી વિરુદ્ધ ષડયંત્ર રચ્યું

મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી એન. બીરેન સિંહે રાજ્યના ભાજપ નેતૃત્વના કેટલાક લોકો પર ગંભીર આક્ષેપો કર્યા છે કે તેમણે તેમને પદ પરથી હટાવવા માટે કોંગ્રેસ સાથે મળીને સાજિશ રચી હતી. બિરેન સિંહે ફેબ્રુઆરી ૨૦૨૫ માં તેમના રાજીનામા પછી રાજ્યમાં ચાલુ રહેલી હિંસા પર પણ સવાલો ઉઠાવ્યા છે. સમાચાર એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે ૨૦૧૭થી તેમની સાથે સારો વ્યવહાર કરવામાં આવ્યો નથી, જોકે તેઓ કેન્દ્ર સરકારના નેતૃત્વ પર આરોપ નથી લગાવી રહ્યા પરંતુ રાજ્યના તે નેતાઓ પર આરોપ મૂકી રહ્યા છે જેમણે કોંગ્રેસ સાથે મળીને તેમની વિરુદ્ધ પ્રપંચ રચ્યો હતો. સિંહે કહ્યું કે, આગામી વર્ષની શરૂઆતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ સરકારે લોકોનો ખોવાયેલો ભરોસો અને વિશ્વાસ ફરી જીતવા માટે તાત્કાલિક કામ કરવું પડશે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે જનતા તરફથી તેમને ફરીથી મુખ્યમંત્રી બનાવવાની જોરદાર માંગ કરવામાં આવી રહી છે.







