મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: "છેલ્લા શ્વાસ સુધી દેશને લૂંટશો અને મિત્રોને આપશો!" યુપી કોંગ્રેસ પ્રભારીએ અમિત શાહ અને ભાજપને લીધા આડેહાથ

સોર્સ: gstv

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લખનઉ ખાતે આપવામાં આવેલા નિવેદનો અને યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અંગેના વચનો સામે કોંગ્રેસના ઉત્તર પ્રદેશ પ્રભારી રાજેન્દ્ર પાલ ગૌતમે જોરદાર પલટવાર કર્યો છે. તેમણે કેન્દ્ર સરકાર પર રોજગારી, મોંઘવારી અને અર્થતંત્રના મુખ્ય મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવાનો આરોપ લગાવતાં આકરા પ્રહારો કર્યા હતા.

રાજેન્દ્ર પાલ ગૌતમે ગૃહમંત્રી અમિત શાહના નિવેદન સામે નિશાન સાધતાં જણાવ્યું કે, "તમે લોકોને નોકરીઓ આપી શકતા નથી કે કાળું નાણું પાછું લાવી શકતા નથી. નફરત ફેલાવવા સિવાય તમને બીજું કંઈ આવડતું નથી. તમે UCC લાગુ કરો કે ન કરો, તેનાથી દેશને કોઈ ફરક પડવાનો નથી. દેશની જનતા હવે તમને ઓળખી ગઈ છે અને તમે વધુ સમય તેમને છેતરી શકશો નહીં." તેમણે વધુમાં ઉમેર્યું કે, "તમે 'અચ્છે દિન'ની વાતો કરતા હતા, પરંતુ દેશમાં આનાથી ખરાબ દિવસો ક્યારેય આવ્યા નથી. જનતા તમને ક્યારેય માફ નહીં કરે, તમારું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે."

આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "છેલ્લા શ્વાસ સુધી દેશની સેવા કરીશ" વાળા નિવેદન પર તીખો કટાક્ષ કરતાં કોંગ્રેસ પ્રભારીએ કહ્યું હતું કે, "તમે છેલ્લા શ્વાસ સુધી દેશને લૂંટતા રહેશો અને બધું તમારા ખાસ મિત્રોને સોંપતા રહેશો."

આ સમાચાર શેર કરો