Video: મયૂરભંજ જિલ્લાના રાયરંગપુરમાં આર્મી વેલ્ફેર પ્લેસમેન્ટ ઓર્ગેનાઇઝેશન (AWPO) દ્વારા રોજગાર ભરતી અભિયાનનું આયોજન

ઓડિશાના મયૂરભંજ જિલ્લાના રાયરંગપુરમાં આર્મી વેલ્ફેર પ્લેસમેન્ટ ઓર્ગેનાઇઝેશન (AWPO) દ્વારા રોજગાર ભરતી અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ સેનાના નિવૃત્ત જવાનો અને તેમના પરિવારજનોને રોજગારીની તકો પૂરી પાડવાનો હતો. ભરતી અભિયાનમાં 170થી વધુ ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ ક્ષેત્રોમાં રોજગારી મેળવવા ઇચ્છુક ઉમેદવારોને પ્લેસમેન્ટ માટે માર્ગદર્શન અને તક આપવામાં આવી હતી.







