મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

વસ્તીગણતરી 2027નું સમગ્ર ટાઈમટેબલ જાહેર: 10 જાન્યુઆરીથી નવો નિયમ લાગુ, સામાન્ય જનતા માટે આવ્યા મોટા સમાચાર!

વસ્તીગણતરી 2027નું સમગ્ર ટાઈમટેબલ જાહેર: 10 જાન્યુઆરીથી નવો નિયમ લાગુ, સામાન્ય જનતા માટે આવ્યા મોટા સમાચાર!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

કેન્દ્ર સરકારે દેશભરમાં વસ્તીગણતરી (Census 2027)ની સત્તાવાર તારીખો જાહેર કરી દીધી છે. સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, દેશભરમાં વસ્તીગણતરીની કામગીરી 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 સુધી ચાલશે. જોકે, બરફવાળા વિસ્તારો અને જે રાજ્યોમાં ચૂંટણીઓ યોજાવાની છે તેને બાદ કરતાં બાકીના સમગ્ર દેશમાં આ કામગીરી નિર્ધારિત સમય અનુસાર હાથ ધરવામાં આવશે. આ વસ્તીગણતરી માટે રેફરન્સ ડેટ તરીકે 1 માર્ચ 2027ની રાત્રે 00:00 કલાક નક્કી કરવામાં આવી છે.

કયા રાજ્યો અને વિસ્તારોને મળી છે મુક્તિ?

સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આગામી સમયમાં જે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે, ત્યાં આ સમયગાળા દરમિયાન વસ્તીગણતરી નહીં થાય. જેમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અતિશય હિમવર્ષા અને બરફથી ઢંકાયેલા વિસ્તારો જેવા કે લદ્દાખ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના બરફવાળા વિસ્તારોને પણ હાલ પૂરતી આ ગણતરીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આ વિસ્તારો સિવાય દેશના અન્ય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નક્કી કરેલી તારીખો પર જ ગણતરી થશે.

નાગરિકો પોતાની વિગતો જાતે પણ ભરી શકશે

આ વખતે વસ્તીગણતરીમાં સામાન્ય જનતાની સુવિધા માટે વૈકલ્પિક ‘સેલ્ફ એન્યુમરેશન’ની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વ્યવસ્થા સંપૂર્ણપણે મરજિયાત છે, એટલે કે ફરજિયાત નથી. જો નાગરિકો ઈચ્છે તો તેઓ મુખ્ય ગણતરી શરૂ થાય તે પહેલાં 10 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી 2027 સુધી પોતાની અને પરિવારની વિગતો ઓનલાઇન જાતે જ પોર્ટલ પર નોંધી શકશે.

વસ્તીગણતરી 2027નો સમગ્ર તબક્કો કેવી રીતે ચાલશે?

  • 10 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી 2027: લોકો માટે પોતાની વિગતો જાતે ભરવાનો સેલ્ફ એન્યુમરેશન તબક્કો રહેશે.
  • 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2027: ગણતરીકારો ઘરે-ઘરે જઈને મુખ્ય વસ્તીગણતરીની કામગીરી હાથ ધરશે.
  • 1 માર્ચ 2027 (રાત્રે 00:00 કલાકે): સમગ્ર દેશના આંકડા માટેની સત્તાવાર રેફરન્સ ડેટ ગણાશે. રેફરન્સ ડેટ એટલે કે આ ચોક્કસ તારીખ અને સમયના આધારે દેશની વસ્તીના આંકડા માન્ય રાખવામાં આવશે.
  • 1 માર્ચથી 5 માર્ચ 2027: રિવિઝનલ રાઉન્ડ ચાલશે. આ તબક્કામાં અગાઉ એકત્રિત કરેલી માહિતીની પુનઃ ચકાસણી કરવામાં આવશે, જેથી કોઈ ભૂલ કે બાકી રહેલી વિગત સુધારી શકાય.

આ સમાચાર શેર કરો